જામનગરમાં કડિયા કામ સમયે પડી જતાં વૃધ્ધ શ્રમિકનું મોત

જામનગર શહેરમાં ગ્રેઇન માર્કેટ નજીક આવેલી ભંગાર બજારમાં ઓટો એસેસરિઝની દુકાનમાં કડિયાકામ કરતાં સમયે અકસ્માતે પડી જતાં વૃધ્ધ શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. ધ્રોલ તાલુકાના ગોલિટા ગામના વાળી વિસ્તારમાં રમતા-રમતા પાણીની કુંડીમાં પડી જતાં બે વર્ષમાં બાળકનું મોત નિપજયું હતું.

બનાવની વિગત મુબજ પ્રથમ બનાવ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં ભીખાભાઇ કુરજીભાઇ કટેશીયા (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.23ના રોજ બપોરના સમયે ગ્રેઇન માર્કેટ ભંગાર બજારમાં આવેલી મોજ ઓટો એસેસરિઝ નામની દુકાનમાં કડિયા કામ કરતાં હતાં તે દરમ્યાન અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે શૈલેષભાઇ દ્વારા જાણ કરાતાં હેકો.જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ ધ્રોલ તાલુકાના ગોલિટા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં બધિયાભાઇ સંગોડ નામના આદિવાસી યુવાનનો પુત્ર ચંદ્રેશ (ઉ.વ.2) નામનો બાળક ગત તા.17ના રોજ ખેતરમાં રમતા-રમતા પાણીની કુંડીમાં પડી જતાં ઇજા પહોંચતા સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો. આર.એમ.ઝાલા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

https://khabargujarat.com/elderly-worker-dies-after-falling-during-masonry-work-in-jamnagar/?feed_id=5659&_unique_id=61765eb5b5ac2 #gujarati_news #Jamnagar #Jamnagar_News #khabar_gujarat #news જામનગર શહેરમાં ગ્રેઇન માર્કેટ નજીક આવેલ…

KHABAR COMMUNICATION (P) LTD. publishes a leading Local Evening Daily Newspaper and Web-portal in JAMNAGAR named “KHABAR GUJARAT”

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store
khabar seo

KHABAR COMMUNICATION (P) LTD. publishes a leading Local Evening Daily Newspaper and Web-portal in JAMNAGAR named “KHABAR GUJARAT”