જામનગરના ખિજડયા બાયપાસ નજીક ટ્રક પલ્ટી જતાં બે યુવાનના મોત

દેવભુમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના ભીમરાણા ગામનો યુવાન સહિત બે વ્યકિતઓ મીઠાપુરથી સોડાનો જથ્થો ભરી હૈદરાબાદ જતા હતા તે દરમ્યાન જામનગર પાસે આવેલા ખીજડિયા બાયપાસ નજીક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં પલટી મારી જતાં અકસ્માતમાં બંન્ને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજયા હતાં.

ઓખા મંડળ તાલુકાના ભીમરાણા ગામમાં રહેતો પ્રભાતસંઘ મેઘરાજસંધ વાધેલા(ઉ.વ.40) નામનો ચાલક યુવાન પરોઢીયે સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ટ્રકમાં સોડાનો જથ્થો ભરીને મીઠાપુરથી હૈદરાબાદ તરફ ભીમરાણા ગામનો જ વતની અસરફ ભીખુભાઇ માંગીયા (ઉ.વ.35) નામના યુવાન સાથે જતો હતો. તે દરમિયાન પરોઢિયે સાડા ચારેક વાગ્યાના અરસામાં જામનગર નજીક ખીજડિયા બાયપાસની ગોલાઇ પાસેથી પસાર થતાં અકસ્માતે ટ્રક પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડથી નીચે ઉતરીને પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર અને કલીનર બંને ટ્રકની કેબિનમાં દબાઇ દબાય જવાથી બંન્ને યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ કરતાં 108 એમ્બ્યુલન્સની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ બંનેના મૃત્યુ થયા હોવાથી તેમણે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કટર મશીન વગેરેની મદદથી કેબિનના પતરાં વગેરે કાપીને બંને મૃતદેહોને બહાર કાઢી લીધા હતાં.

બનાવની જાણ કરતાં પંચકોશી-એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી બે યુવાનોના મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરવા તેમજ અકસ્માત ગુનો નોંધવા કાર્યવાહી હાથધરી હતી.

https://khabargujarat.com/two-youths-were-killed-when-a-truck-overturned-near-khijraya-bypass-in-jamnagar/?feed_id=5587&_unique_id=61764b85c3800 #breaking #dwarka #gujarat #gujarati_news #Jamnagar #jamnagar_accident #Jamnagar_News #khabar_gujarat #mithapur #news #truck_accident દેવભુમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના ભીમ…

KHABAR COMMUNICATION (P) LTD. publishes a leading Local Evening Daily Newspaper and Web-portal in JAMNAGAR named “KHABAR GUJARAT”

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store
khabar seo

KHABAR COMMUNICATION (P) LTD. publishes a leading Local Evening Daily Newspaper and Web-portal in JAMNAGAR named “KHABAR GUJARAT”